છોટાઉદેપુરમાં ફરજ બજાવતા પીએસઆઇ એ. એલ.ચૌહાણનું ફરજ દરમિયાન એટેક થી મોત
છોટાઉદેપુર એસ પી ઓફિસ ખાતે વાયરલેસ વિભાગમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા એ. એલ.ચૌહાણ ફરજ ઉપર હોય તેઓ ને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સવારે ના સમયે વાયરલેસ વિભાગમાં પી.એસ.આઈ તરીકે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા એ. એલ.ચૌહાણ ફરજ ઉપર હોય અને અચાનક એટેક આવવાથી મૃત્યુ થયું છે. અચાનક હાર્ટ એટેક આવતા છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે સમગ્ર ઘટના અચાનક ઘટી હોય જે ને લઇને છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ બેડામાં અને મૃતકના પરિવારજનોમા ઘેરા શોકનો માહોલ સર્જાયો હતો



