ACTION
Trending

છોટાઉદેપુર ટાઉનમાં નાસ્તાની અને ખાણી પીણીની લારીઓ, હોટેલ લોજમાં સ્વચ્છતા અંગે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ

છોટાઉદેપુર ટાઉનમાં નાસ્તાની અને ખાણી પીણીની લારીઓ, હોટેલ લોજમાં સ્વચ્છતા અંગે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ

 છોટાઉદેપુર જિલ્લામાં જાહેરજનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ ઓફિસર ની ૬ ટીમ દ્વારા છોટાઉદેપુર ટાઉનમાં ખાણી પીણીની લારીઓ, હોટેલ – લોજ, નાસ્તાની દુકાનો અને બરફ તેમજ શેરડીના રસની લારીઓ પર સ્વચ્છતા અંગે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

 આ ચેકિંગ દરમિયાન કુલ – ૬ ટીમો દ્વારા તપાસ દરમ્યાન ગ્રાહકોને અપાતા પીવાનું પાણી, કચરાનો યોગ્ય નિકાલ, હોટલમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્યની તપાસ નિયમિતા, એક્સપાયરી ડેટ વાળી વસ્તુ અને વાસી ખોરાકની તપાસ કરવામાં આવી હતી.એક્સપાયરી ડેટ વાળી વસ્તુ અને વાસી ખોરાક જોવા મળે તો તેનો નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. 

ખાણી પીણીની લારીઓ, હોટેલ – લોજ, નાસ્તાની દુકાનો અને બરફ તેમજ શેરડીના રસની લારીના માલિકોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવો. કચરો અન્ય જગ્યાએ ન નાખતા નગર પાલિકાના વાહનમાં નાખવો સૂચન કર્યુ હતું. ફાયર સેફ્ટી બાબતે તમામને માહિતગાર કર્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા રિન્યુઅલ કરવાની અને NOC લેવાની બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!