છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે દિપકભાઈ ચૌધરી ની નિમણુંક
રાજ્ય સરકાર દ્વારા 46 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી જેમાં છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી કે પુનઃ દિપકભાઈ દલસિંગભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર તાલુકા પંચાયત કર્મચારી વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે દિપકભાઈ ચૌધરી એ ખૂબ જ નિષ્ઠા જવાબદારી પૂર્વક એક અધિકારી તરીકે સેવા આપી હોય છોટાઉદેપુર વિસ્તારનો જેઓને સારો અનુભવ હોય જીઓની છોટાઉદેપુર ખાતે પુનઃ નિમણૂક થતા છોટાઉદેપુર તાલુકા નો વધુ વિકાસ થશે