છોટાઉદેપુર ચેકડેમ પાસે ઓરસંગના નીર સ્તબ્ધ થયા — છોટાઉદેપુર નગરને માથે ફરી પાણીનું સંકટ શરૂ થયું રોજનું 30 લાખ લિટર પાણી હાફેશ્વર થી મંગાવવાનો વારો આવ્યો
છોટાઉદેપુર
છોટાઉદેપુર ચેકડેમ પાસે ઓરસંગના નીર સ્તબ્ધ થયા
છોટાઉદેપુર નગરને માથે ફરી પાણીનું સંકટ શરૂ થયું રોજનું 30 લાખ લિટર પાણી હાફેશ્વર થી મંગાવવાનો વારો આવ્યો

રૂપિયા 7 કરોડ ના ખર્ચે બનાવેલા ચેક તેમના હવે પાણીના સ્તર જોવા મળતા નથી માત્ર લીલવાળું ગંદુ પાણી જ રહી ગયું હોય જેથી ચેકડેમ શોભાનો ગાંઠિયો બન્યો
પાણીની સમસ્યાને સર્જન માટે રેતી માફિયાઓ જવાબદાર જ્યારે રોજના રૂપિયા ૧૨ હજાર ખર્ચીને પાલિકાએ પ્રજા માટે હાફેશ્વર થી પાણી મંગાવવાની ફરજ પડી
છોટાઉદેપુર નગરમાં પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે અગાઉના સમયમાં જૂન માસ સુધી પાણી ઓરસંગ નદીમાં વહેતું હતું પરંતુ બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ જતા રેતીના થર ઓછા થઈ જતા પાણીના સ્તર પણ સુકાવા લાગ્યા છે. જેના કારણે નગરપાલિકા સંચાલિત અને ઓરસંગ નદી આધારિત બંને વોટરવર્કસ ના કુવામાં પાણીનો સંગ્રહ જોઈએ તેવો થતો નથી. જ્યારે જોઈએ તેવું પાણી ગળાતું પણ નથી અને માર્ચ તથા એપ્રિલ માસ વચ્ચેજ પાણીની સમસ્યા નું સર્જન થાય છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં અંદાજે 35,000 જેટલી વસ્તી વસવાટ કરે છે જેને બારેમાસ ઓરસંગ નદીમાંથી પાણી મળતું હોય પરંતુ નદીમાં બેફામ રેતી ખનન અને કારણે હવે પાણીનો જથ્થો બચતો નથી. પરિણામ સ્વરૂપે નગરના માથે ધગધગતા કપરા ઉનાળામાં પાણીની સમસ્યા અને સંકટ આવી જાય છે જે અંગે નગરપાલિકા દ્વારા હાફેશ્વર દાહોદ પાણી યોજનાનું પાણી મંગાવવાનો વારો આવે છે આશીર્વાદ સ્વરૂપે હાફેશ્વર થી દાહોદ ની જે પાણી લાઈન છે તે પ્રજાને ઉપયોગી થઈ પડી છે જો એ ના હોત તો જોવા જેવી થાત. હાલના તબક્કે નગરપાલિકાએ રોજના રૂપિયા ૧૨ હજાર ખર્ચીને રોજનું 30 લાખ લીટર પાણી નર્મદા નદીનું હાફેશ્વર થી મંગાવવાની ફરજ પડી છે, જ્યારે પાણી બચાવવા અર્થે રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવેલો ચેકડેમમા પણ હવે પાણીના સ્તર જોવા મળતા નથી અને ગંદુ લિલ વાળું પાણી રહી ગયું છે. જ્યારે કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે
થોડા સમય અગાઉ અજાણ્યા ઇસમો દ્વારા ઓરસંગ નદી ઉપર બનાવેલા ચેકડેમની પ્લેટો કાઢી લેવાનો આવતા હજારો ગેલન પાણી વહી ગયું હતું જેમાં નીચેના વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવેલો રસ્તો પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો હતો અને તરબૂચ તથા અન્ય શાકભાજીની વાડી ના માલિકોને લાખોનું નુકસાન ગયું હતું. જેના પ્લેટ કાઢનારા ઈસમ ઉપર પણ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે તે પકડાયો પણ નથી પરંતુ આ કામગીરી ગેરકાયદેસર રેતી માફિયાની હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે નગરના હિત અર્થે રાજકીય નેતાઓ ધ્યાન આપે તે પણ આવશ્યક થઈ પડ્યું છે
બોક્સ —–
થોડા સમય અગાઉ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારને પત્ર લખીને માંગ કરી હતી કે ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત બે વોટર વર્કસ આવેલા હોય અને નગરની પ્રજાને પાણી તેના દ્વારા મળતું હોય જે પાણી નો સંગ્રહ વધુ થાય તે માટે ઉપરવાસ અને નીચવાસમાં બીજા પણ ચેકડેમ બનાવવામાં આવે તે જરૂરી છે. આ બાબતે સરકાર વહેલી તકે પગલાં ભરે તેવી પ્રજાની પણ માંગ ઉઠી છે
વર્ઝન—
છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે નગરમાં દર વખતે પાણીની સમસ્યા સર્જાય છે જે ખૂબ ગંભીર બાબત છે અધૂરામાં પૂરું આગાઉ 3 માસ પેહલા કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ચેકડેમની દરવાજાની પ્લેટ કાઢી લેવામાં આવતા પાણી વહી ગયું છે જેના કારણે ઘણું મોટું નુકસાન પણ ગયું છે અને ચેકડેમ પાસે લાઈટો લગાડવાનું તાત્કાલિક આયોજન થયું છે અને સીસીટીવી કેમેરા મુકવાનું તથા વોચમેન મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું

