Shradhanjali
Trending

કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અંગે છોટાઉદેપુરમાં ઉગ્ર રોષ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી

કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અંગે છોટાઉદેપુરમાં ઉગ્ર રોષ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી

પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાબતે મૃત્યુ પામેલા મૃતકોને નગરપાલિકાના સભ્યો દ્વારા મૌન પાળી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી

જમ્મુ કશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જે અંતર્ગત આજરોજ નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા મૃત્યુ પામેલ મૃતકોને મૌન પાળી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેની સાથે હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી

           ઇતિહાસમાં પહેલીવાર નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા ઠરાવ કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પહેલગામમાં થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, અધ્યક્ષ તથા તમામ સદસ્યો છોટાઉદેપુર નગરજનો વતી આપને આવેદન આપી જણાવીએ છે કે પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષયાત્રીઓને વિનમ્રદ્ધાંજલિ આપીએ છે સાથે સાથે આપના માધ્યમથી કેન્દ્ર સરકારને અપીલ કરીએ છે કે આ જધન્ય કૃત્યમાં સામેલ આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને પગલાં ભરવા જોઈએ કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના સખત પગલાં ભરશે તેમાં છોટાઉદેપુર નગરજનો કેન્દ્ર સરકારની સાથે છે તેમ જણાવ્યું હતું કલેકટર સમક્ષ આપેલ આવેદન માં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, વિમલભાઈ દરજી, વંદનભાઈ પંડ્યા, નજમાબેન પઠાણ, વર્ષાબેન ધોબી, કમલેશભાઈ વણકર, મુફીઝભાઈ શેખ પાલિકા વિકાસ સમિતિના સભ્ય સૌરભભાઈ શાહ વગેરે પાલિકાના સભ્ય અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પહેલગામમાં થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!