REALITY
Trending

ગૌરવ વંતા વિકાસના માર્ગ વચ્ચે વિકાસથી વેગળો કવાટ તાલુકો પ્રાથમિક સુવિધાના અભાવ થી લોકો ત્રાહિમામ

ગૌરવ વંતા વિકાસના માર્ગ વચ્ચે વિકાસથી વેગળો કવાટ તાલુકો પ્રાથમિક સુવિધાના અભાવ થી લોકો ત્રાહિમામ

ગામથી 300 મીટર દૂર નદી પરંતુ ગામોમાં પાણી નહિ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા હાફેશ્વર ગામમાં પાણી મળતું નથી જ્યારે રસ્તા પણ બનાવવામાં આવતા નથી

મધ્ય પ્રદેશ અને ગુજરાતની જીવાદોરી માં નર્મદા ના કિનારે પાણી અને રસ્તા ના અભાવથી અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના લોકો પરેશાન

આખા ગુજરાતને પાણી પૂરું પાડતું નર્મદાનું પાણી કિનારાના લોકોને મળતું નથી જે એક વિડંબના કહી શકાય

          છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું હાફેશ્વર ગામ હજુ પ્રાથમિક સુવિધાના વિકાસથી વેગળું હોય તેમ જણાય રહ્યું છે હાફેશ્વર ગામમાં આવેલ જરવી ફળિયા, અને તથા તેલીયાબારી ફળિયા સહિત આમલા પાણી ફળીયા 12 ફળિયામાં નળ છે પણ જળ આવતું નથી સાથે સાથે પહાડી વિસ્તાર હોય ઊંચા ટેકરા તથા ડુંગરો ઉપર લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ ગામમાં જવાના રસ્તા પણ કાચા છે ઊંચાણ વાળા હિલ હોય મોટરસાયકલ તથા વાહનો લઈને આવવા જવાની પણ સ્થાનિક પ્રજાને તકલીફ પડી રહી છે જ્યારે પાકા રસ્તા નથી વર્ષો વીતી ગયા 21મી સદી માં ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ હાફેશ્વર વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ છે

             હાફેશ્વર ગામના 12 ફળીયા માં રહેતા આદિવાસી ગ્રામજનો જણાવી રહ્યા છે કે નર્મદા મૈયા નું પાણી આખા ગુજરાતને મળે છે પરંતુ માં નર્મદાના ખોળે રહેતી અમારી પ્રજા ને તરસી રહેવાનો વારો આવ્યો છે. અમારા ગામથી નર્મદા નદી 300 મિટર દૂર છે પરંતુ નળ સે જળ યોજના નું પાણી અંદરના ગામને અને ફળિયાઓને મળતું નથી દિવસો અને વર્ષો વીતી ગયા અમો પાણીની રાહ જોઈએ છે પરંતુ અમને હજુ સુધી પાણી મળ્યું નથી જ્યારે આ વિસ્તારના ગામોમાં આઝાદી પછી હજુ સુધી પાકા રસ્તા બન્યા નથી ચોમાસું હોય પહાડી વિસ્તાર હોય કોતરો અને નદીઓમાં પાણી ફુલ બહારમાં જતું હોય જેના નાળા ઉપર કાચા રસ્તેથી પસાર થવાનું હોય પરંતુ પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન લઈને કે ચાલતા પણ આ કોતરો પર કરી શકાતા નથી. શાળામાં શિક્ષકો બાળકો તથા ગ્રામજનો અટવાઈ જતા હોય છે કાચા રસ્તા ને કારણે આરોગ્ય લક્ષી સેવાઓ ગર્ભવતી મહિલાઓ સુવાવડ આવવાની હોય ત્યારે કાચા રસ્તે થી વાહન પસાર કરવા જોખમ રૂપ સાબિત થાય છે અમારા અંતરિયાળ ગામમાં પાણી અને રસ્તા ની સુવિધા મળે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે

                  ઉલ્લેખનીય છે કે હાફેશ્વર ના તેલીયા બારી ફળિયામાં નલ સે જળ નું પાણી આવતું નથી જ્યારે વર્ષો વીતી ગયા છે. જેમાં લોખંડની પાઇપ નાખી નથી જ્યારે ગામમાં પંપિંગ સ્ટેશનો આવેલ હોવા છતાં પાણી ગ્રામજનોને મળતું જે નવાઈ ભરી વાત છે. શું આ વિકટ સમસ્યા સરકાર સાંભળશે કે તેનો નિકાલ કરશે કે કેમ તેમ ગામલોકો પ્રશ્ન કરી રહ્યા છે.

હાફેશ્વર ગામના રહીશ અને પૂર્વ માજી સરપંચ મલજીભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામના 12 ફળીયામાં પાણી નથી વર્ષો વીતી ગયા નર્મદા નદી અમારા ગામથી 300 મીટર જ દૂર આવેલી છે નર્મદા નદીનું પાણી ગુજરાતને છેડે જાય છે પરંતુ નર્મદાના ખોળે રહેતા ગામોને મળતું નથી. જ્યારે નળ સે જળ નું પાણી રસ્તા ઉપર આવેલ ઘરોને મળે છે પરંતુ અંતરિયાળ ફળિયાઓ માં મળતું નથી. જ્યારે ગામોમાં રસ્તા કાચા છે અને ચોમાસા તથા બારેમાસ રસ્તા પસાર કરવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે આરોગ્ય ઇમર્જન્સી સેવા બાળકોને શાળાએ જવું જે ચોમાસા દરમિયાન જઈ શકાતું નથી જ્યારે કાચા રસ્તા અને કારણે બારેમાસ અકસ્માતનો પણ થઈ રહેલો છે અમારી રજૂઆતો હોવા છતાં હજુ સુધી અમોને પાણી અને પાકા રસ્તા મળતા નથી

  હાફેશ્વર થી દાહોદ સુધી પાણી અમારા ગામથી જાય છે પરંતુ અમને પાણી મળતું નથી હાફેશ્વર થી કડી પાણી સુધી પાઇપો નાખેલી હોય જે રસ્તા ઉપરના લોકોને પાણી મળે છે પરંતુ અમારા અંતરિયાળ ગામોને હજુ સુધી પાણી મળ્યું નથી જ્યારે પાક રસ્તા નથી જેથી ભારે મુસીબત નો સામનો કરવો પડે છે. અમોને હાફેશ્વર નું પાણી મળે તેવી અમારી માંગ છે. તેમ બારસિંગભાઇ કલસિંગભાઈ એ જણાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!