રાજ્ય
Trending
નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે આવેલ જય માતાજી કાર વોશ સેન્ટર પરથી બોલેરો કાર ચોરી કરી તસ્કરો ફરાર.
નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે આવેલ જય માતાજી કાર વોશ સેન્ટર પરથી બોલેરો કાર ચોરી કરી તસ્કરો ફરાર.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જય માતાજી કાર વોશ સેન્ટર આવેલું છે.ત્યાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.ભીલ રવીન્દ્રભાઈ પ્રભુભાઈ નાંઓની આ જય માતાજી કાર વોશ સેન્ટર છે.ત્યાં રાત્રી દરમિયાન અચાનક બે ચોરો મારુતિ ઈકો કાર લઈને આવ્યા હતા.કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મહિન્દ્રા કંપનીની બોલેરો કારનું લોક તોડી તસ્કરો કાર લઈને તસ્કરો પલાયન થઈ ગયા હતા.જે સમગ્ર બાબત સીસીટીવી માં કેદ થઈ છે.બંને ચોરો મોઢુ બાંધીને આવ્યા હતા.નસવાડી તાલુકામાં થોડા થોડા સમયાંતરે વારંવાર ચોરી થવાની ઘટનાઓ બને છે.બોલેરો કારનાં માલિક દ્વારા નસવાડી પોલીસ ફરિયાદ આપવામાં આવી છે.