છોટા ઉદેપુર ખાતે નેશનલ ફાયર સર્વિસ દીવસની ઉજવણી કરાઇ : શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
છોટા ઉદેપુર
છોટા ઉદેપુર ખાતે નેશનલ ફાયર સર્વિસ દીવસની ઉજવણી કરાઇ : શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
છોટા ઉદેપુર નગર પાલીકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આજે 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી,આ ઉજવણીના ભાગરૂપે ફાયર બ્રિગેડ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ રેલીમાં ફાયર બ્રિગેડના વાહનો આખા છોટા ઉદેપુર નગરમાં સાયરન વગાડવાની સાથે ફેરવવામાં આવ્યા હતા. આ રીતે નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી છે.
શા માટે 14 એપ્રિલના રોજ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાય છે ?
14 એપ્રિલ 1944ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઈના વિક્ટોરિયા ડોક યાર્ડમાં લંગારેલા “ફોર્ટ સ્ટાઇકિંન” માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોનાની પાટો,લડાયક શસ્ત્રો,સ્ફોટક પદાર્થો,લશ્કરી દારૂ ગોળો વગેરે મળી 7200 ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાંચીથી 8000 રૂ ની ગાંસડીઓ,ઓઇલ, લાકડું,સલ્ફર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યું હતું.જહાજમાં ધૂમ્રપાનમાંથી ઉડેલા તણખલા ભયંકર ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 કર્મચારીઓ શહીદ થયા હતા.
આ ભયાનક આગમાં કુલ 321 વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.આ ધડાકાથી માલવાહક જહાજનું 120 મીટર લાંબા તરતા બોંબમાં ઉપાંતર થઈ ગયું હતું અને મુંબઈની ધરતી ધ્રુજી ઉઠી હતી.અને 5000 ટનનું 120 મીટર જહાજ લાંબુ જયનંદા જહાજ 18 મીટર ઊંચું હવામાં ફંગોળાયું હતું. આનાથી નાના મોટા 26 જહાજો ગોદીમાં ડૂબી ગયા હતા. એ દિવસથી દર વર્ષે “14 એપ્રિલ” એ “નેશનલ ફાયર સર્વિસ ડે” તરીકે ઉજવણી કરવામાં આવે છે.
છોટા ઉદેપુર ફાયર વિભાગ દ્વારા છોટા ઉદેપુર ફાયર સ્ટેશન ખાતે 14 મી એપ્રીલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે.14 એપ્રિલ 1944 રોજ મુંબઈ ડોક્યાર્ડમાં મોટા શિપ,જહાજમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગતાં જીવન જોખમે તેમજ જાહેર જનતાને બચાવવા જતાં ફાયરના 66 જવાનો શહીદ થયા હતા.જેની યાદમાં 14 એપ્રિલ 1965 થી દર વર્ષે નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે.
આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાપ્રમુખ મંજુલાબેન કોળી, ઉપપ્રમુખ પરવેઝ ભાઈ મકરાણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના DPO ધૃપેન કુમાર પટેલ, તેમજ છોટાઉદેપુર નગરપાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા


