ધર્મ
Trending

છોટાઉદેપુરના ગાબડીયા ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી 

છોટાઉદેપુરના ગાબડીયા ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર તાલુકા મથકે ગાબડીયા ગામ ખાતે વર્ષો જૂનું શ્રી હનુમાનજીનું મંદિર આવેલ છે જે મંદિરમાં આજરોજ ભારે શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહ સાથે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી

ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતી નો ભવ્ય મેળો ગાબડીયા મંદિર ખાતે યોજાયો જેમાં હજારો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને ચિરંજીવી દેવ હનુમાનજી નો જન્મદિવસ હોય જેઓના દર્શન અને પ્રસાદી ગ્રહણ કરી હરિભક્તો આનંદિત થયા હતા

ગાબડીયા હનુમાનજી મંદિર ખાતે વર્ષોથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે જેમાં આસપાસના વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ આવી દર્શનનો લાભ લે છે આજરોજ પણ આ મેળો યોજાયો હતો અને ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે જય શ્રી રામ અને જય હનુમાન ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!