આરોગ્યના ધામમાં પણ જળનો અભાવ જોવા મળ્યો
છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર જનરલ હોસ્પિટલ જેમાં જળ નથી પાણીનું કૂલર બગડી ગયું પાણી આવતું નથી.
દર્દીઓ તથા દર્દીના પરિવારજનોને પાણીની તકલીફ સહન કરવાનો વારો
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલી એકમાત્ર જનરલ હોસ્પિટલ જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ અલગ અલગ રોગો અને બીમારીઓ ના ઈલાજ માટે આવતા હોય છે પરંતુ હાલ કપરા ઉનાળામાં પાણી મળતું નથી પાણી પીવા ક્યાં જવું? તેમ દર્દી સાથે આવેલા પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે તંત્ર કોઈ પગલા ભરતું નથી જે નવાઈ ભરી વાત છે
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લા ની સૌથી મોટી જનરલ હોસ્પિટલ જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ ઈલાજ અર્થે આવતા હોય છે સાથે ઘણા દર્દીઓ એડમિટ પણ હોય તેઓને પાણી પીવું હોય પરંતુ જનરલ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી ઠંડા પાણીનું મશીન બગડેલું છે. અને બહાર આવેલ હેન્ડ પંપ ઉપર પાણી લેવા જવું પડે છે. જ્યારે હોટલમાં પાણી મફત આપતા નથી. તેમ દર્દીના પરિવાર જનો જણાવી રહ્યા છે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે અમો પાણી પીવા ક્યાં જઈએ. કપરા ઉનાળામાં દરેક માનવીને તથા જીવ માત્રને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તેવા સમયે જ્યાં દર્દીનો ઈલાજ થતો હોય તેવા આરોગ્યના ધામમાં પણ જળનો અભાવ જોવા મળી રહ્યો છે જે ખૂબ શરમજનક બાબત છે.
સરકાર ગરીબ આદિવાસી પ્રજાના આરોગ્ય માટે આંધળો ખર્ચ કરે છે અને તકેદારી રાખવાનો પૂરતો પ્રયત્ન કરે છે પરંતુ સ્થળ ઉપર ની વાસ્તવિકતા જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓ બાબતે કાળજી રાખવામાં આવતી નથી તેમ પ્રજાની ફરિયાદો અને રજૂઆતો જોતા લાગી રહ્યું છે શું આ બાબતે તંત્ર જાગશે અને પાણીનો બંદોબસ્ત કરશે કે કેમ તેમ દર્દીઓ અને દર્દીના પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે
વર્ઝન —(1)
મનિષાબેન જણાવી રહ્યા છે કે અમે ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ છીએ પરંતુ પાણીને અભાવને લીધે અમારે બહાર પાણી ભરવા જવું પડે છે આજરોજ ના છૂટકે બહાર હોટલમાંથી પાણી ભરવાની નોબત આવી હતી.
વર્ઝન (2)
રાઠવા મેહુલકુમાર જોગીભાઈ જણાવી રહ્યા છે કે આમાં અમારી બહેનને લઈને જનરલ હોસ્પિટલ ખાતે ઈલાજ અર્થે આવ્યા છે પરંતુ એક પણ જગમાં પાણી નથી અમારે પાણી ભરવા હેન્ડ પંપ નો સહારો લેવો પડ્યો છે જ્યારે હોટલ વાળા પણ અમને મફત પાણી આપતા નથી તો અમારે પાણી લેવા ક્યાં જવું કપરો ઉનાળો હોય ઠંડુ પાણી ની જરૂરિયાત હોય પરંતુ પાણી મળતું નથી દર્દીઓને પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
વર્ઝન (3)
રાઠવા સવલીબેન જણાવી રહ્યા છે કે અમો પાંચ જગ્યાએ પાણીની તપાસ કરીને આવ્યા પરંતુ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ પાણી નથી અમોને ગરમીમાં પાણીની કેવી તકલીફ પડે અમારે પાણી માટે બહાર હેન્ડપંપે લેવા જવું પડ્યું છે