છોટાઉદેપુર સમગ્ર નગરમાં લાઈટ ને લગતા પ્રશ્નો અંગે નગરપાલિકા દિવાબત્તી સમિતિ દ્વારા એમજીવીસીએલ માં વિવિધ પ્રશ્નો ના મુદ્દે ઉકેલ લાવવા મિટિંગ
છોટાઉદેપુર સમગ્ર નગરમાં લાઈટ ને લગતા પ્રશ્નો અંગે નગરપાલિકા દિવાબત્તી સમિતિ દ્વારા એમજીવીસીએલ માં વિવિધ પ્રશ્નો ના મુદ્દે ઉકેલ લાવવા મિટિંગ કરવામાં આવી
છોટાઉદેપુર નગરમાં લો વોલ્ટેજ દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેવી ઘણી જગ્યાએ કેબલિંગ નું કામ કરાવવુ ટ્રાન્સફોર્મર મુકવા જેવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે આજરોજ નગરપાલિકા દિવાબત્તી સમિતિના ઉત્સાહી ચેરમેન વિમલભાઈ દરજી નગરના અગ્રણી સૌરભભાઇ શાહ એ સમગ્ર નગરના લાઈટ શાખાના કર્મચારીઓ સાથે એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રી સાથે મુલાકાત કરીને નગરના પ્રશ્નો નો ઉકેલ લાવવાની દિશામાં આવકારદાયક પગલું ભર્યું છે.
આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દિવાબત્તી સમિતિના ચેરમેન વિમલભાઈ દરજીએ પોતાના સ્ટાફ સાથે છોટાઉદેપુર એમજીવીસીએલ ઓફિસની મુલાકાત લઈને નગરમાં વ્હોરા કોલોની, વૃંદાવન સોસાયટી, ગુરુકૃપા સોસાયટી સહિત ના ઘણા વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર નખાવવા બાબત, અંડર કેબલ નાખવા બાબત, ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ ના નવા મીટરો નાખવા બાબત અને નવા કેબલ નાખવા બાબત એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રી ની મુલાકાત લઈને નગરના પ્રશ્નોની રજૂઆત કરી હતી. છોટાઉદેપુર એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર સહિતના સ્ટાફને સાથે રાખીને જોઈન્ટ મીટીંગ દરમિયાન મોટાભાગના પ્રશ્નોનો ટૂંક સમયમાં ઉકેલ લાવી આપવાની ખાતરી એમજીવીસીએલના અધિકારીઓએ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે છોટાઉદેપુર નગરના આગેવાનોની નગર વિકાસ સમિતિની બેઠક મળી હતી એ દરમિયાન નગરમાં ઘણી જગ્યાએ દિવસે લાઈટો ચાલુ રહેતી હોવાનો તથા લો વોલ્ટેજ સહીતના લાઈટ ને લગતા ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ હતી તેના તુરંત પ્રત્યુતર રૂપે દિવાબત્તી સમિતિના ચેરમેને આજે એમજીવીસીએલ ઓફિસે સમગ્ર ટીમને લઈ જઈને મોટાભાગના પ્રશ્નોની સકારાત્મક વાતાવરણમાં રજૂઆત કરી હતી. ટૂંક સમયમાં સમગ્ર નગરમાં માનનીય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના પ્રયત્નોથી અને એમજીવીસીએલના કર્તવ્યનિષ્ઠ ડેપ્યુટી એન્જિનિયર પ્રયત્નોથી અંડર કેબલ ની કામગીરી શરૂ દેવામાં આવશે. આ ઉપરાંત નગરમાં ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના મીટરો તથા ટ્રાન્સફોર્મરો મૂકવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે નગરપાલિકા દિવાબત્તી સમિતિ ના ચેરમેન અને mgvcl ના અધિકારીઓ વચ્ચે ઘણા વર્ષો પછી નગરના પ્રશ્નો અંગેની સકારાત્મક વાતાઘાટો થઈ હોવાથી ટૂંક સમયમાં જ છોટાઉદેપુર નગરને લાઈટ ને લગતા પ્રશ્નોનું સુખદ સમાધાન આવશે એવું લાગી રહ્યું છે.

