Meeting
Trending

છોટાઉદેપુર ખાતે નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક યોજાશે

છોટાઉદેપુર ખાતે નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક યોજાશે

Date 7/4/25  સોમવાર સાંજે 5 કલાકે છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડમાં સમગ્ર ગુજરાતની પ્રથમ એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિની પહેલી બેઠક સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને મળશે ગુજરાત રાજ્યમાં નવા અભિગમ સાથે સમગ્ર ગુજરાતી પ્રથમ કહી શકાય એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિ ની રચના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ દ્વારા નગરહિતની બહોળી વિચારધારા અને કહેવાથી બનાવવામાં આવી છે. છોટાઉદેપુર નગરના આગેવાનો, બુદ્ધિજીવીઓ, ડોક્ટર, વકીલ, વેપારીઓ, પત્રકારો, સામાજિક તથા રાજકીય ૪૦ જેટલા દરેક વોર્ડ અને વર્ગના આગેવાનો નો સમાવેશ આ સમિતિમાં કરવામાં આવ્યો છે.

દરેક નગરપાલિકાઓમાં સભ્ય તરીકે ચૂંટાયેલા સભ્યો જ નગર વિકાસના વિવિધ કામો કરતા હોય છે પરંતુ છોટાઉદેપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ  અલ્પાબેન શાહની નગર વિકાસ અંગેની વિચારધારાને લઈને છોટાઉદેપુર નગર વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી તથા નગરપાલિકાના તમામ સભ્યો એ નગર વિકાસ સમિતિની રચના કરવાને ખુલ્લા મનથી વધાવી છે. હવે છોટાઉદેપુર નગરના આગેવાનો કહેશે એ પ્રમાણે છોટાઉદેપુર નગરનો વિકાસ કરવામાં આવશે. નગર વિકાસ સમિતિ જે કામના સૂચનો આપશે એ પ્રમાણે વર્ષે ઓછામાં ઓછા બે કરોડ અને તેથી વધુ જરૂર મુજબના કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સમિતિમાં કાયમી આમંત્રિત સભ્ય તરીકે સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, માજી સાંસદ, માજી ધારાસભ્ય તથા અન્ય આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સદર સમિતિની પહેલી બેઠક આજરોજ સાંજે ૫:૦૦ કલાકે છોટાઉદેપુર નગરપાલિકાના સભાખંડમાં સંસદ સભ્ય જશુભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, માજી સાંસદ, માજી ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા નગરપાલિકા સભ્યોની હાજરીમાં મળશે. મીટીંગ નું સંચાલન નગરપાલિકાના ચીફ ઓફિસર કરશે. છોટાઉદેપુર નગરના સર્વાંગી વિકાસ માટે બનાવવામાં આવેલી ગુજરાતની પ્રથમ એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિનાં ગઠનને છોટાઉદેપુર નગરના સામાજિક, રાજકીય આગેવાનો તથા બુદ્ધિજીવીઓ એ આવકાર આપીને નગરપાલિકાના આ પગલાં ની પ્રશંસા કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!