ટોપ ન્યૂઝ
Trending

સરકારમાંથી પ્રજાની માંગણીઓ મંજૂર કરાવી લાવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા

સરકારમાંથી પ્રજાની માંગણીઓ મંજૂર કરાવી લાવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા

છોટાઉદેપુર તાલુકામાં 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર થતા આનંદ

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અથાગ પ્રયત્નોથી સરકારે રસ્તાના વિકાસ અર્થેની કામગીરી મંજૂર કરતા પ્રજામાં આનંદ

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ હોય પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને સગવડ જેમકે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મથકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી. જે માંગણીને ધ્યાને રાખી સરકારે 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર કરવામાં આવતા આણંદની લાગણી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત પ્રાથમિક શાળાએ જવાના પાકા રસ્તા(આરસીસી), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવાના રસ્તા(આરસીસી), નદી અને નાળા ઉપરના સ્ટ્રક્ચરનું બાંધકામ માટે રૂપિયા 24 કરોડ 90 લાખ મંજૂર કરવામાં આવ્યા જેમાં જેતપુર પાવી મુવાડા ગામે મેઈન રોડથી નવાડ ફળીયા વિરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ 12 કરોડ 50.00 લાખ છોટાઉદેપુર તલાવ ફળીયાથી રાયસિંગપુરા PHCને જોડતો રોડ 1 કરોડ 15લાખ છોટાઉદેપુર કોલી ઘોઘદેવ મેઈન રોડથી આંત્રોલી PHCને જોડતો રોડ 1 કરોડ 10 લાખ છોટાઉદેપુર પાધરવાંટ ગામના PHC થી ઓલીઆંબા ગામના મુખ્ય રસ્તાને જોડતો રોડ 2 કરોડ 20 લાખ છોટાઉદેપુર સિમલફળિયા ગામના ગઢાર ફળીયાથી માધ્યમિક શાળાને જોડતો રોડ 1 કરોડ 45 લાખ છોટાઉદેપુર ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમશાળા ખજુરીયાને જોડતો રોડ 3 કરોડ જેતપુર પાવી ઈંટવાડા ડુંગર ગામે મેઈન રોડથી ધમેરા ફળિયા પ્રાથમિક શાળાને જોડતો રોડ 3 કરોડ 40 લાખ એમ કુલ 24 કરોડ 90 લાખના આર.સી.સી પાકા નવા રસ્તા બનાવવામાં આવશે. આ રસ્તા મંજૂર થતા બંને તાલુકાની પ્રજાએ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!